- IIT Bombay ના પૂર્વ છાત્ર પરાગ અગ્રવાલ અત્યાર સુધી ટ્વીટરના CTO ના પદ પર હતા.
- તેઓ હાલના સીઇઓ જેક ડોર્સીનું સ્થાન લેશે જેઓ ટ્વીટરના ફાઉન્ડર સદસ્ય પણ છે.
- ટ્વીટરની શરુઆત વર્ષ 2006માં જેક ડોર્સી, બિઝ સ્ટોન, એવાન વિલિયમ્સ અને નોહ ગ્લાસ દ્વારા કરવામાં આવી હતી જે એક માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ છે.
- હાલ વિશ્વની જે મોટી ટેક કંપનીઓમાં ભારતીય મૂળના સીઇઓ છે તેમાં ટ્વીટર સિવાય આલ્ફાબેટ (સુંદર પિચાઇ), માઇક્રોસોફ્ટ (સત્યા નડેલા), આઇબીએમ (અરવિંદ ક્રિષ્ના), એડોબી (શાંતનું નારાયણ), માઇક્રોન ટેક્નોલોજી (સંજય મેહરોત્રા) તેમજ માસ્ટરકાર્ડ (અજય બંગા)નો સમાવેશ થાય છે.