- 19 થી 31 જાન્યુઆરી, 2024 દરમિયાન 'Khelo India Youth Games' ની આ છઠ્ઠી આવૃત્તિ તામિલનાડુમાં યોજાશે. જેમાં 5500થી વધુ ખેલાડીઓ ભાગ લેશે.
- યુથ ગેમ્સની છેલ્લી 5 આવૃત્તિઓ દિલ્હી, પુણે, ગુવાહાટી, પંચકુલા અને ભોપાલમાં યોજાઈ હતી.
- આગામી આવૃત્તિ તમિલનાડુના ચાર શહેરો ચેન્નાઈ, ત્રિચી, મદુરાઈ અને કોઈમ્બતુરમાં યોજાશે.
- યુવા બાબતો અને રમતગમત અને માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા 'Khelo India Youth Games' માટે સત્તાવાર લોગો, જર્સી, માસ્કોટ, મશાલ અને શીર્ષક ગીતના લોન્ચ કરવામાં આવ્યું.
- આ ગેમ્સનો માસ્કોટ વીરમંગાઈ વેલુ નાચિયાર (Veeramangai Velu Nachiyar) છે. વેલુ નાચિયાર ભારતમાં બ્રિટિશ સંસ્થાનવાદી સત્તા સામે લડનાર પ્રથમ રાણી હતા. તમિલ લોકો તેને વીરમંગાઈ (બહાદુર મહિલા) તરીકે ઓળખે છે. તે રામનાથપુરમની રાજકુમારી હતી.
- આ રમતોમાં પ્રથમ વખત સ્ક્વોશનો સમાવેશ કરવામાં આવશે.