- ગીર જંગલ બહાર નીકળી શેત્રુજી નદીના કાંઠે પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરનાર સિંહણ રાજમાતાએ એક સિંહ સાથે રહેવાનું શરુ કર્યું હતું.
- તેણીના વસવાટ બાદ લીલીયા પંથકમાં 53 સાવજો સ્થાયી થયા હતા તેમજ તેમાંથી મોટાભાગના બચ્ચા અને સાવજો રાજમાતાના સંતાનો છે.
- રાજમાતાના નામે હાલ 3 વિશ્વ વિક્રમ છે જેમાં સૌથી વધુ 19 વર્ષનું આયુષ્ય ભોગવવાનું, મુક્ત વિહરતી સિંહણ દ્વારા સૌથી વધુ બચ્ચાઓને જન્મ આપવાનું, પોતાના જીવનકાળમાં 7 વખત બચ્ચાઓને જન્મ આપવાનો તેમજ સૌથી મોટી 18 વર્ષની ઉંમરમાં માતા બનવાનો વિશ્વ વિક્રમ સામેલ છે.