- પંજાબના ગવર્નર અને ચંદીગઢના પ્રશાસક બનવારીલાલ પુરોહિત દ્વારા ચંદીગઢના ધનાસ તળાવ ખાતે ફુવારાઓ સાથેના 500kWp ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ અને વોટર વર્કસ ખાતે 2000kWpનોફ્લોટિંગ સોલર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
- પાવર પ્લાન્ટ કુલ 11 કરોડ 70 લાખના ખર્ચે અને 500kWpનો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ ધનાસ તળાવમાં કુલ ત્રણ કરોડ 34 લાખ રૂપિયાના ખર્ચે સ્થાપિત કરવામાં આવ્યો છે.
- આ પ્રોજેક્ટ્સ CREST (ચંદીગઢ રિન્યુએબલ એનર્જી એન્ડ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પ્રમોશન સોસાયટી), UT ચંડીગઢ દ્વારા ડિઝાઇન અને અમલમાં મુકવામાં આવ્યા છે અને 20 ટકા મોડ્યુલ કાર્યક્ષમતા સાથે દર વર્ષે ઓછામાં ઓછા 35 લાખ યુનિટ (kWh) સોલર એનર્જી જનરેટ કરશે.