- કેન્દ્ર સરકાર દ્વારા નવી દિલ્હીમાં ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર ખાતે સ્વચ્છ સર્વેક્ષણ 2023 ના પરિણામો જાહેર કરવામાં આવ્યો.
- જેમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ઈન્દોર 7મી વખત પ્રથમ ક્રમે રહ્યું છે.
- ઈન્દોર સાથે સંયુક્ત રીતે સુરતને પ્રથમ સ્થાન મળ્યું છે.
- મહારાષ્ટ્રનું નવી મુંબઈ ત્રીજા સ્થાને, આંધ્રપ્રદેશનું વિશાખાપટ્ટનમ ચોથા સ્થાને અને મધ્ય પ્રદેશનું ભોપાલ પાંચમા સ્થાને રહ્યું.
- એક લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં મહારાષ્ટ્રનું સાસવડ પ્રથમ ક્રમે, છત્તીસગઢનું પાટણ બીજા ક્રમે અને મહારાષ્ટ્રનું લોનાવાલા ત્રીજા ક્રમે રહ્યું.
- દેશના સ્વચ્છ રાજ્યોની શ્રેણીમાં મહારાષ્ટ્રને પ્રથમ સ્થાન, મધ્યપ્રદેશને બીજું અને છત્તીસગઢને ત્રીજું સ્થાન મળ્યું છે.
- ગંગાના કિનારે વસેલા સૌથી સ્વચ્છ શહેરોમાં વારાણસી પ્રથમ અને પ્રયાગરાજ બીજા ક્રમે છે.
- મધ્યપ્રદેશના મહુને સૌથી સ્વચ્છ કેન્ટોન્મેન્ટ બોર્ડનો એવોર્ડ મળ્યો છે.
- શ્રેષ્ઠ સફાઈ મિત્ર સેફ સિટીનો એવોર્ડ ચંદીગઢને આપવામાં આવ્યો હતો.
- આ વખતે કુલ 9500 માર્ક્સનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં સર્વિસ લેવલની પ્રગતિ પર 4525 માર્ક્સ, સર્ટિફિકેશન પર 2500 અને પબ્લિક ફીડબેક પર 2475 માર્ક્સ આપવામાં આવ્યા હતા.