- આ અંતર્ગત કોબાલ્ટ, કોપર અને ઝિંક જેવા ધાતુઓ અને ખનિજોને સમુદ્રતળમાંથી કાઢીને મોબાઈલ-લેપટોપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવામાં આવશે.
- વિજ્ઞાનીઓના મતે, ઊંડા દરિયાઈ વ્યાપારી ખાણકામથી દરિયાઈ જીવન, જૈવવિવિધતા અને ઈકોસિસ્ટમ માટે ગંભીર ખતરો છે.
- ઊંડા સમુદ્રમાં ખાણકામ શરૂ થતાં જ નોર્વે સમુદ્રમાંથી મોંઘી ધાતુઓ કાઢવાની પરવાનગી આપનાર વિશ્વનો પહેલો દેશ બન્યો.
- આ મંજૂરી બાદ હવે કંપનીઓ ડીપ સી માઇનિંગ માટે અરજી કરી શકશે, ત્યારબાદ માઇનિંગ શરૂ કરી શકાશે.
- યુનાઈટેડ નેશન્સ (UN) સાથે સંકળાયેલ ઈન્ટરનેશનલ સીબેડ ઓથોરિટી (ISA) એ અત્યાર સુધી 14 દેશોને માત્ર સંશોધન માટે જ ઊંડા સમુદ્રની શોધ કરવાની પરવાનગી આપી છે આ દેશોમાં ભારત, ચીન, રશિયા, દક્ષિણ કોરિયા, બ્રિટન, ફ્રાન્સ, પોલેન્ડ, બ્રાઝિલ, જાપાન, જમૈકા, નૌરુ, ટોંગા, કિરીબાતી અને બેલ્જિયમનો સમાવેશ થાય છે.
- ઉલ્લેખનીય છે કે ભારત સરકારે 2021માં 'ડીપ ઓશન મિશન'ને મંજૂરી આપી હતી તેનો ઉદ્દેશ દરિયાઈ સંસાધનોની શોધખોળ અને ઊંડા દરિયાઈ કામગીરી માટે ટેકનોલોજી વિકસાવવાનો છે.