- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (MTHL)નું ઉદ્ઘાટન કર્યું જેને દિવંગત વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના સન્માનમાં “અટલ સેતુ” તરીકે ઓળખવામાં આવશે.
- જે 21.8 કિમીમાં ફેલાયેલો ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ છે. તેનું બાંધકામ ડિસેમ્બર 2016માં તેના શિલાન્યાસ સાથે શરૂ કરવામાં આવ્યું હતું.
- અટલ સેતુ, ₹17,840 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવ્યો છે, જે દરિયાની ઉપર 16.5 કિ.મી.ના પટને નક્કર જમીન પર આશરે 5.5 કિમી સાથે જોડાયેલ છે.
- બ્રિજ બનાવવા માટે 1.78 લાખ મેટ્રિક ટન સ્ટીલ અને 5.04 લાખ મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- બ્રિજ પર 400 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
- પક્ષીઓ અને દરિયાઈ જીવોની સુરક્ષા માટે બ્રિજ પર સાઉન્ડ બેરિયર્સ અને અદ્યતન લાઇટિંગ લગાવવામાં આવી છે.
- બ્રિજ પર મોટરસાઇકલ, મોપેડ, થ્રી-વ્હીલર, ઓટો અને ટ્રેક્ટર ચાલશે નહીં.
- બ્રિજ પર વન-વે ટોલ 250 રૂપિયા પ્રતિ કાર નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે બંને તરફનો ટોલ કાર દીઠ 375 રૂપિયા હશે અને માસિક પાસ ટોલની રકમના 50 ગણો હશે.
- ફોર વ્હીલર, મીની બસ અને ટુ-એક્સલ વાહનની મહત્તમ સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે.
- મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નેહરુ બંદર વચ્ચે કનેક્ટિવિટી વધારતા, આ બ્રિજ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ઝડપી ઍક્સેસ પ્રદાન કરવા માટે બનાવવામાં આવ્યો છે.
- બ્રિજનો હેતુ મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારતની વર્તમાન બે કલાકની મુસાફરીને માત્ર 15-20 મિનિટમાં ઘટાડવાનો છે.
- ઉલ્લેખનીય છે કે બ્રિજની આસપાસ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC), ONGC અને JNPT જેવા સંવેદનશીલ વિસ્તારો આવેલા છે માટે પુલના 8.5 કિલોમીટરના ભાગમાં અવાજ અવરોધ બનાવવામાં આવ્યો છે અને 6 કિલોમીટરના પટમાં સાઈડ બેરિકેડીંગ કરવામાં આવ્યું છે.