એલોન મસ્કની કંપની ન્યુરાલિંક દ્વારા પ્રથમ વખત માનવ મગજમાં એક ચિપ સ્થાપિત કરવામાં આવી.

  • એલોન મસ્કની કંપની ન્યુરાલિંકની પ્રથમ બ્રેઈન ચિપને “ટેલિપેથી” નામ આપવામાં આવ્યું છે.
  • તેનો ઉદ્દેશ્ય ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી પીડિત લોકોના જીવનને સરળ બનાવવાનો છે. 
  • વર્ષ 2016માં ન્યુરોટેક્નોલોજી કંપની ન્યુરાલિંક સ્ટાર્ટઅપની શરૂઆત કરવામાં આવી હતી જે મગજ અને કમ્પ્યુટર વચ્ચે સીધી સંચાર ચેનલ બનાવવા પર કામ કરી રહી છે. 
  • કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી ચિપ સર્જરી દ્વારા માનવ મગજની અંદર નાખવામાં આવશે માનવ મગજની જેમ કામ કરશે. 
  • આ ચિપનો ઉપયોગ મગજ અને ચેતાતંત્રની વિકૃતિઓ જેવા રોગોથી પીડાતા લોકો માટે કરવામાં આવે છે.
  • ન્યુરાલિંકને ગયા વર્ષે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) તરફથી માનવ મગજના પ્રત્યારોપણની તપાસ કરવા માટે ઇન-હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ્સ માટે મંજૂરી મળી હતી.   
  • મનુષ્યો પહેલા, આ ચિપ્સનું વાંદરાઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.  
  • આ ચિપ મગજમાં જનરેટ થતા સિગ્નલોનું અર્થઘટન કરવા અને બ્લૂટૂથ દ્વારા માહિતીને ઉપકરણમાં રિલે કરવા માટે બનાવવામાં આવી છે.
Chip inside the brain, Elon Musk says first Neuralink-connected human

Post a Comment

Previous Post Next Post