- માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આવી પાંચ અતિઆધુનિક ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસ ખરીદીનું આયોજન છે. તે પૈકીની બે બસોનું લોન્ચિંગ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ સમિટ-2024ની પ્રી-ઈવેન્ટરૂપે ગિફ્ટ સિટીથી કર્યું હતું.
- આ બસસેવાઓનું વાઈબ્રન્ટ સમિટના ભાગરૂપે સોમવાર 8મી જાન્યુઆરીથી ગિફ્ટ સિટીથી મહાત્મા મંદિર સુધી સંચાલન કરવામાં આવશે ત્યારબાદ વાઈબ્રન્ટ સમિટ પછી સરખેજ-ગાંધીનગર-ગિફ્ટ સિટી રૂટ પર તેનું પ્રાથમિક સંચાલન નિગમ દ્વારા કરવામાં આવશે.