- કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ટકાઉ વિકાસ લક્ષ્યાંકોથી ત્રણ વર્ષ આગળ, 2027 સુધીમાં પેટા-રાષ્ટ્રીય સ્તરે તેના પ્રસારણને રોકવાના હેતુથી રક્તપિત્ત માટે નવી સારવાર પદ્ધતિ અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
- વૈશ્વિક સ્તરે સ્વીકૃત વૈજ્ઞાનિક સંશોધન અભ્યાસો અને પુરાવા-આધારિત પ્રથાઓ અનુસાર આરોગ્ય મંત્રાલયે છ મહિના માટે બે-ડ્રગ રેજીમેનના સ્થાને પૌસી-બેસિલરી (PB) કેસ માટે ત્રણ-દવાઓની પદ્ધતિ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એપ્રિલ, 2025 થી સંશોધિત દવાનો પુરવઠો પૂરો પાડવામાં આવશે, તેથી આરોગ્ય મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો 12 મહિના પહેલા, રક્તપિત્ત વિરોધી દવાઓની માંગણી મોકલાવા આદેશ કરવામાં આવ્યો છે.
- ઉપરાંત, ભારતમાં પૌસીબેસિલરી (PB) અને મલ્ટિબેસિલરી (MB) કેસો માટે રક્તપિત્તનું સુધારેલું વર્ગીકરણ અને સારવારની પદ્ધતિ 1 એપ્રિલ, 2025 થી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવશે.
- WHO દ્વારા ભલામણ કરાયેલ સારવાર પદ્ધતિમાં ત્રણ દવાઓનો સમાવેશ થાય છે -- ડેપ્સોન, રિફામ્પિસિન અને ક્લોફેઝિમીન -- અને મિશ્રણને મલ્ટી-ડ્રગ થેરાપી અથવા MDT તરીકે ઓળખવામાં આવે છે.WHO દ્વારા મફતમાં MDT પ્રદાન કરવામાં આવે છે.