- દક્ષિણ કોરિયામાં કૂતરાના માંસ પર પ્રતિબંધ સાથે સંબંધિત કાયદો પસાર કરવામાં આવ્યો છે.
- સંસદમાં 208 સાંસદોએ આ કાયદાના પક્ષમાં મતદાન કર્યું હતું.
- કાયદામાં સામેલ ઘણી કલમો ધીમે-ધીમે લાગુ કરવામાં આવશે અને આ કાયદો 2027માં સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવશે.
- નવા કાયદાના અમલ બાદ શ્વાન સંવર્ધન, કતલખાના તેમજ કૂતરાઓના વેચાણ અને તેનું માંસ ખાવા પર પ્રતિબંધ મુકવામાં આવશે.
- જો કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરશે તો તેને ત્રણ વર્ષની જેલ અથવા દંડ ભરવો પડશે.
- આ કાયદા હેઠળ નવા કતલખાના અને ડોગ ફાર્મ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
- વેપારીઓ માટે નવા કાયદામાં 3 વર્ષનો ગ્રેસ પિરિયડ આપવામાં આવ્યો છે જે આ બિઝનેસ સાથે જોડાયેલા લોકો આ ત્રણ વર્ષમાં કોઈ અન્ય બિઝનેસ કે નોકરી પસંદ કરી શકે જેમાં સરકાર દ્વારા મદદ કરવામાં આવશે.
- દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલની પત્ની ફર્સ્ટ લેડી કિમ ક્યોન હી પણ લાંબા સમયથી કૂતરાના માંસના સેવનનો વિરોધ કરી રહ્યા છે રાષ્ટ્રપતિની સાથે તેમણે ઘણા રખડતા કૂતરાઓ પણ દત્તક લીધા છે.
- હ્યુમન સોસાયટી ઈન્ટરનેશનલ અનુસાર, દક્ષિણ કોરિયા સિવાય, કૂતરાના માંસનો વેપાર ચીન, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ, લાઓસ, વિયેતનામ, ઈન્ડોનેશિયા, કંબોડિયા અને ભારતના નાગાલેન્ડમાં પણ થાય છે.
- ઉલ્લેખનીય છે કે 4 જુલાઈ, 2020ના રોજ, નાગાલેન્ડના મુખ્ય સચિવે કૂતરાના માંસની આયાત-નિકાસ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો હતો.