- FDI નિયમોમાં ફેરફારથી સ્પેસ સેગમેન્ટમાં વિદેશી કંપનીઓને આકર્ષવામાં મદદ મળશે.
- અગાઉ દરેક વિદેશી રોકાણ માટેની શરતમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
- સરકાર દ્વારા સેટેલાઇટ સબ-સેક્ટરને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યું આ વર્ગીકરણ પ્રવૃત્તિઓના આધારે કરવામાં આવ્યું છે. ત્રણેય કેટેગરીમાં વિદેશી રોકાણ માટે અલગ-અલગ મર્યાદા નક્કી કરવામાં આવી છે.
- અગાઉ FDIના નિયમોમાં ફેરફારો પહેલા, સ્પેસ સેક્ટરમાં 100% FDIને માત્ર સેટેલાઇટની સ્થાપના અને સરકારી માર્ગ દ્વારા કામગીરીના કિસ્સામાં મંજૂરી આપવામાં આવી હતી.
- નિયમોમાં ફેરફાર પછી સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ અને ઓપરેશન, સેટેલાઇટ ડેટા પ્રોડક્ટ્સ અને ગ્રાઉન્ડ એન્ડ યુઝર સેગમેન્ટ્સમાં ઓટોમેટિક રૂટ હેઠળ 74 % સુધી FDIને મંજૂરી આપવામાં આવી છે જેથી વિદેશી રોકાણકારોને આ સેગમેન્ટમાં 74 % સુધી FDI માટે સરકાર પાસેથી અલગથી મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં 74 % થી વધુ રોકાણના કિસ્સામાં સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે.
- આ ઉપરાંત, સરકારે લોન્ચ વાહનો અને તેની સાથે સંકળાયેલી સિસ્ટમ્સ અને સબસિસ્ટમ્સ અને અવકાશયાનને લોન્ચ કરવા અથવા પ્રાપ્ત કરવા માટે બનાવવામાં આવેલા સ્પેસ પોર્ટના કિસ્સામાં ઓટોમેટિક રૂટ હેઠળ 49 % સુધી એફડીઆઈને મંજૂરી આપવામાં આવી છે અને 49 % થી વધુ FDI માટે સરકારની મંજૂરીની જરૂર પડશે.
- જ્યારે સેટેલાઇટ ઘટકો, સિસ્ટમ્સ અને સબસિસ્ટમ્સ અને ગ્રાઉન્ડ એન્ડ યુઝર સેગમેન્ટ માટે ઓટોમેટિક રૂટ હેઠળ 100 % FDI ને મંજૂરી આપવામાં આવી છે.