- Aeternitas નામના આ ટાવરનું સત્તાવાર અનાવરણ કરવામાં આવ્યુ.
- તે 450 મીટર (1,476 ફીટ) ઊંચુ વિશ્વનું સૌથી ઉંચુ રહેણાંક ઘડિયાળ ટાવર હશે જે લંડનના બિગ બેન કરતા ચાર ગણાથી વધુ ઊંચાઈ ધરાવે છે અને વિશ્વની સૌથી ઊંચી રહેણાંક ઇમારત, ન્યૂ યોર્ક સિટીમાં સેન્ટ્રલ પાર્ક ટાવરથી માત્ર 22 મીટર (72 ફૂટ) ટુંકુ છે.
- આ ટાવર માટે દુબઈ સ્થિત રિયલ એસ્ટેટ ડેવલપર લંડન ગેટ અને સ્વિસ લક્ઝરી ઘડિયાળ ઉત્પાદક ફ્રેન્ક મુલર વચ્ચેની ભાગીદારી કરવામાં આવી છે.
- આ રહેણાંક ટાવરમાં 649 એકમોનો સમાવેશ થાય છે, જેમાં વિલા અને મેન્શન ડુપ્લેક્સ ઉપરાંત એક-થી ત્રણ બેડરૂમના એપાર્ટમેન્ટના મિશ્રણ છે.
- ટાવરના નામનો અર્થ લેટિનમાં 'અનાદિકાળ' અને તે ફ્રેન્ક મુલર એટરનિટાસ ઘડિયાળના સંગ્રહથી પ્રેરિત છે.