Henley Passport Index 2024: ફ્રાન્સ વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ટોચ પર રહ્યું.

  • વિવિધ દેશોના પાસપોર્ટ દ્વારા આપવામાં આવતી મજબૂતાઈ અને વૈશ્વિક ગતિશીલતાને માપવા માટેનું એક પ્રખ્યાત મેટ્રિક Henley Passport Index છે.
  • વર્ષ 2024માં ફ્રાન્સ 194 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ સાથે પ્રથમ ક્રમે છે.
  • ફ્રાન્સની સાથે જર્મની, ઇટાલી, જાપાન, સિંગાપોર અને સ્પેન પણ નાગરિકોને 194 દેશોમાં વિઝા-મુક્ત ઍક્સેસ સાથે પ્રથમ ક્રમે છે.  
  • ભારત 62 દેશોમાં વિઝા મુક્ત પ્રવેશ સાથે 85મા ક્રમે, માલદીવ્સ 96 દેશો સાથે 58માં ક્રમે ચીન 96 દેશ સાથે 64માં સ્થાને છે.
  • આ યાદીમાં 193 દેશ સાથે 2જા સ્થાને ફિનલેન્ડ, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા, સ્વીડન છે.
  • 192 દેશ સાથે ત્રીજા ક્રમે  ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, યુનાઇટેડ કિંગડમ છે.
  • 191 દેશ સાથે બેલ્જિયમ, નોર્વે, પોર્ટુગલ ચોથા સ્થાને છે. 
  • 190 દેશ સાથે ઓસ્ટ્રેલિયા, ગ્રીસ, માલ્ટા, ન્યુઝીલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ પાંચમા ક્રમે છે.
  • 189 દેશ સાથે  કેનેડા, ચેકિયા, પોલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ છઠ્ઠા ક્રમે છે.
  • 188 દેશ સાથે હંગેરી, લિથુઆનિયા સાતમા ક્રમે છે.
  • 187 દેશ સાથે એસ્ટોનિયા 8માં ક્રમે, 186 દેશ સાથે લાતવિયા, સ્લોવેકિયા, સ્લોવેનિયા નવમા અને 185 દેશ સાથે આઇસલેન્ડ 10માં ક્રમે છે.
Henley Passport Index 2024

Post a Comment

Previous Post Next Post