- પેરુ દ્વારા સમગ્ર દેશમાં ડેન્ગ્યુ તાવના વધતા જતા કેસોના જવાબમાં આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી.
- ઉલ્લેખનીય છે કે પેરુમાં 2024 ના પ્રથમ આઠ અઠવાડિયામાં ડેન્ગ્યુના 31,000 થી વધુ કેસ નોંધાયા છે, જેના પરિણામે 32 લોકોના મોત થયા છે. કટોકટીની ઘોષણા પેરુના 25 માંથી 20 પ્રદેશોમાં કરવામાં આવી છે.
- પેરુ વર્ષ 2023 થી એલ નીનો હવામાન ઘટનાને આભારી વધુ તાપમાન અને ભારે વરસાદનો સામનો કરી રહ્યું છે જેથી અલ નીનોની અસરને કારણે પેરુના દરિયાકાંઠે સમુદ્રના ગરમ થવાથી ડેન્ગ્યુ તાવના વાહક મચ્છરો વધ્યા છે.
- ડેન્ગ્યુ તાવ મચ્છર કરડવાથી મનુષ્યોમાં ફેલાય છે જેના સામાન્ય લક્ષણોમાં ઉંચો તાવ, તીવ્ર માથાનો દુખાવો, થાક, ઉબકા, ઉલટી અને શરીરના ગંભીર દુખાવાનો સમાવેશ થાય છે.