- આ સ્પેસપોર્ટ તામિલનાડુના કુલશેખરાપટ્ટિનમમાં સ્થિત છે.
- આ પ્રોજેક્ટ પાછળ રૂ. 950 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. તેનો હેતુ ઉપગ્રહ પ્રક્ષેપણની વધતી જતી માંગને પૂરી કરવાનો છે.
- આ પોર્ટ 2233 એકરમાં ફેલાયેલું છે અને નાના ઉપગ્રહના પ્રક્ષેપણ માટે મહત્વનું રહશે.
- સ્પેસ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ પ્રોપેલન્ટ્સ પાર જિલ્લામાં 2,000 એકરમાં સ્પેસ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ પ્રોપેલન્ટ પાર્કની સ્થાપના કરવામાં આવી રહી છે તેનો ઉદ્દેશ અવકાશ ઉદ્યોગના ખેલાડીઓ માટે વાઇબ્રન્ટ ઇકોસિસ્ટમ બનાવવાનો છે.
- નવું સ્પેસપોર્ટમાથી ઉપગ્રહોને સીધા દક્ષિણ તરફ પ્રક્ષેપિત કરી શકાશે જે ઇંધણની બચત કરે છે અને ટર્નઅરાઉન્ડ ટાઇમ ઘટાડે છે.
- આ પ્રોજેક્ટથી કુલશેખરાપટ્ટિનમમાં રોજગારીની તકો અને વિકાસને વેગ પણ મળશે.