- આ વર્ષે મેગેઝિનમાં વિશ્વની 12 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ભારતીય મૂળની મહિલા લીના નાયરને મેગેઝીનમાં સ્થાન મળ્યું છે.
- આ લિસ્ટમાં બાર્બી ફિલ્મ ડાયરેક્ટર ગ્રેટા ગેરવિગન, ટેનિસ ખેલાડી કોકો ગોફ, અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતા ક્લાઉડિયા ગોલ્ડન, હોલીવુડ અભિનેત્રી તારાજી પેંડા હેન્સન અને અમેરિકન વૈજ્ઞાનિક માર્લેના શોએનબર્ગને પણ સામેલ કરવામાં આવ્યા છે.
- આ યાદીમાં સામેલ ટેનિસ ખેલાડી કોકો ગોફ 2023નો સૌથી મોંઘી ખેલાડી પણ રહી છે.
- ટાઈમ મેગેઝિન દ્વારા પોતાના પ્રયત્નો અને સિદ્ધિઓ સમાજમાં પરિવર્તન લાવનાર મહિલાઓની યાદી પ્રકાશિત કરવામાં આવે છે તેમાં લેખક, રાજકારણી, સિનેમા, સંગીત અથવા સામાજિક કાર્યકર જેવા કોઈપણ ક્ષેત્ર સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિઓનો સમાવેશ થઈ શકે છે.