કેન્દ્ર સરકાર દ્વારા વેપારીઓને 31 માર્ચ સુધી 4 દેશોમાં ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી.

  • આ મંજૂરી બાદ ડુંગળીના વેપારીઓ બાંગ્લાદેશ, મોરેશિયસ, બહેરીન અને ભૂટાનમાં ડુંગળીની નિકાસ કરી શકશે.
  • આ ચાર દેશોમાં 54,760 ટન ડુંગળીની નિકાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
  • 50,000 ટન ડુંગળી બાંગ્લાદેશ અને 1,200 ટન મોરેશિયસમાં નિકાસ કરવામાં આવશે.
  • 3,000 ટન ડુંગળી બહેરીન અને 560 ટન ભૂટાનમાં નિકાસ કરવામાં આવશે.
  • ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા ઘરેલુ પુરવઠો વધારવા અને ભાવ વધારાને રોકવા માટે 8 ડિસેમ્બર 2023ના રોજ ડુંગળીની નિકાસ પર 31 માર્ચ સુધી નિયંત્રણો લાદ્યા હતા.
Govt allows onion exports

Post a Comment

Previous Post Next Post