ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત કરવામાં આવી.

  • લોકસભા ચૂંટણી 2024 19.એપ્રિલ થી 1 જૂન વચ્ચે 7 તબક્કામાં યોજાશે.
  • ભારતમાં 19મી એપ્રિલ, 2024થી સંસદના નીચલા ગૃહ 18મી લોકસભાના સભ્યોને ચૂંટવા માટે ચૂંટણી યોજવામાં આવશે.
  • દેશભરના તમામ 543 મતવિસ્તારોમાં તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ સામાન્ય ચૂંટણી દ્વારા પસંદ કરવામાં આવશે જેમાં જનરલ-412,  SC-84 અને ST-47 ની સીટ છે.
  • 4, જૂન 2024ના રોજ મત ગણતરી કરવામાં આવશે.
  • ઉલ્લેખનીય છે કે લોકસભામાં કુલ 545 સભ્યો હોય છે જેમાંથી 543, જનતા દ્વારા સીધા જ ચૂંટવામાં આવે છે, જેમાં પ્રત્યેક એક મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને બાકીના બે સભ્યો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત કરવામાં આવે છે.
Lok Sabha Election 2024

Post a Comment

Previous Post Next Post