- આ જિલ્લો પશ્ચિમ અને પૂર્વ કામેંગ જિલ્લાના વિભાજનથી અસ્તિત્વમાં આવ્યો.
- મુખ્ય પ્રધાન પેમા ખાંડુ દ્વારા આ જિલ્લાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ અને નાપાંગફૂંગ ખાતે તેના મુખ્યાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો.
- આ જિલ્લો બનાવવાની માંગ 1984થી થઈ રહી હતી.
- આ વર્ષે ફેબ્રુઆરીમાં, વિધાનસભા દ્વારા બિકોમ અને કી પનાયોર જિલ્લા બનાવવા માટે અરુણાચલ પ્રદેશ (જિલ્લા પુનર્ગઠન) (સુધારા) બિલ, 2024 પસાર કરવામાં આવ્યું હતું.
- પશ્ચિમ કામેંગના 27 ગામો અને પૂર્વ કામેંગના 28 ગામોને નવા બિકોમ જિલ્લાનો ભાગ બનાવવામાં આવ્યા છે.