- ભારત વિશ્વના સૌથી મોતો કેળા ઉત્પાદક દેશ છે જેને કેળાના ફાઇબરમાંથી ડ્રેસિંગ બેન્ડેજ તૈયાર કરવામાં આવી છે.
- વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળની સ્વાયત્ત સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડી ઇન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (IASST)ના વૈજ્ઞાનિકોએ કેળાના દાંડીમાંથી ઇકો-ફ્રેન્ડલી ઘા ડ્રેસિંગ મટિરિયલ (પટ્ટી) તૈયાર કરેલ છે.
- પ્રોફેસર દેવાશિષ ચૌધરી અને પ્રોફેસર (નિવૃત્ત) રાજલક્ષ્મી દેવીની આગેવાની હેઠળના IASST-Deakin યુનિવર્સિટીના સંયુક્ત પીએચડી પ્રોગ્રામે બાયોપોલિમર્સ જેમ કે કેળાના રેસા અને ગુવાર ગમ જેવા બાયોપોલિમર્સને અસરકારક રીતે જોડવામાં આવ્યા છે અને તેમાંથી એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો સાથે મલ્ટિફંક્શનલ પેચ બનાવવામાં આવ્યો છે.
- આ નવીન ડ્રેસિંગ મટિરિયલ બનાવવા માટે વપરાતા તમામ ઘટકો કુદરતી અને સ્થાનિક રીતે ઉપલબ્ધ છે, જે ઉત્પાદન પ્રક્રિયાને સરળ, ખર્ચ અસરકારક અને બિન-ઝેરી બનાવે છે.
- ઘા ડ્રેસિંગ સામગ્રી કુદરતી ઘટકો હોવાથી ઓછા ખર્ચે, વિશ્વસનીય અને પર્યાવરણને અનુકૂળ હોવાથી સંભાળ માટે કાયમી ઉકેલ આપે છે અને ઘા રૂઝાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
- બનાના ફાઇબર-બાયોપોલિમર કમ્પોઝિટ ડ્રેસિંગનો લેખ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ બાયોલોજિકલ મેક્રોમોલેક્યુલ્સમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.