- આ નિર્ણય ઉપરાંત પાડોશી દેશ સાથે મુક્ત મૂવમેન્ટ એરેન્જમેન્ટ (Free Movement Regime - FMR) રદ કરવામાં આવ્યો.
- વિધાનસભા દ્વારા કેન્દ્ર સરકારને સરહદની નજીક રહેતા લોકો સાથે સલાહ લેવા અને સમગ્ર પ્રક્રિયામાં સંબંધિત ગ્રામીણ પરિષદ સત્તાવાળાઓને સામેલ કરીને સરહદ પારની હિલચાલ અંગેના નિયમો બનાવવા માટે અપીલ કરી શકવા માટે પણ ઠરાવ કરવામાં આવ્યો.
- ઉલ્લેખનીય છે કે કેન્દ્ર દ્વાર આ મહિનાની શરૂઆતમાં FMR સિસ્ટમને રદ કરવામાં આવી હતી, જેના હેઠળ બંને દેશોના લોકો વિઝા વિના એકબીજાના પ્રદેશના 16 કિલોમીટરની અંદર આવી શકતા હતા.
- ભારત અને મ્યાનમાર વચ્ચેની 1643 કિમી લાંબી સરહદ ઉત્તર-પૂર્વ ભારતના ચાર રાજ્યો અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડ દ્વારા વહેંચાયેલી છે.
- ઠરાવ મુજબ FMRને સ્થગિત કરવાનો અને ભારત-સીમા પર વાડ ઊભી કરવાનો કેન્દ્રનો નિર્ણય આંતરરાષ્ટ્રીય સરહદની બંને બાજુ રહેતા નાગા લોકોના વર્ષો જૂના ઐતિહાસિક, સામાજિક, આદિવાસી અને આર્થિક સંબંધોને અસર કરશે, સરહદી વિસ્તારમાં રહેતા નાગા લોકોને અસુવિધા થશે, જેમની ખેતીની જમીન સરહદની બંને બાજુએ આવેલ છે.
- વિવિધ નાગા નાગરિક સમાજ, આદિવાસી સંગઠનો અને નાગા રાજકીય જૂથોએ કેન્દ્રના આ નિર્ણયનો વિરોધ કર્યો છે ઉપરાંત મોન જિલ્લાના લોંગવા ગામના મુખ્ય અંગા (રાજા) પણ, જેમના ઘર બંને દેશોમાં બનેલા છે, તેમણે આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે.