- ઘાનાની સંસદ દ્વારા વિવાદાસ્પદ Human Sexual Rights and Family Values બિલને મંજૂરી આપવામાં આવી જે બિલ કાયદો બનવા માટે રાષ્ટ્રપતિની સંમતિની જરૂર રહેશે.
- આ બિલનો ઉદ્દેશ પરંપરાગત ઘાનાના કૌટુંબિક મૂલ્યોને જાળવી રાખવા અને માનવ જાતીય અધિકારોનું નિયમન કરવાનો છે.
- આ બિલ હેઠળ LGBTQ ઓળખને ગુનાહિત બનાવે છે, ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.
- ઉપરાંત કાયદા હેઠળ LGBTQ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અથવા સમર્થન કરતી વ્યક્તિઓને પાંચ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
- વર્ષ 2021માં આ બિલ ઘાનાના પ્રથમ LGBTQ+ સમુદાય કેન્દ્રની સ્થાપનાનના વિરોધમાં દાખલ કરવામાં આવ્યું હતું.
- આફ્રિકી દેશ યુગાન્ડામાં પણ વર્ષ 2023માં LGBTQ+ વિરોધ બિલ પસાર કરવામાં આવ્યું હતું.
- ઉલ્લેખનીય છે કે 54 માંથી 31 આફ્રિકન દેશો સમલૈંગિકતા માટે ગુનો દાખલ કરવામાં આવે છે.
- ઘાનાની રાજધાની અકરા અને ચલણ ઘાનાયન સેડી અને ઘાના પ્રમુખ નાના અકુફો-એડો છે.