નેશનલ ઈન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NIXI) દ્વારા ભાષાનેટ પોર્ટલ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી.

  • નેશનલ ઈન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NIXI) દ્વારા 21 માર્ચ, 2024ના રોજ યોજાનાર આગામી “યુનિવર્સલ એક્સેપ્ટન્સ (UA) દિવસ” માટે ભાષાનેટ પોર્ટલ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી. 
  • આ ઇવેન્ટની થીમ, "LanguageNet: Ephasizing Universal Acceptance" રાખવામાં આવી છે જેનો ઉદ્દેશ્ય વ્યક્તિઓ, ભાષા કે લિપિને ધ્યાનમાં લીધા વિના, ડિજિટલ વિશ્વમાં સંપૂર્ણ રીતે ભાગ લેવા પ્રોત્સાહન આપવાનો છે.
  • 19 જૂન, 2003ના રોજ સ્થપાયેલ નેશનલ ઈન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઈન્ડિયા, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળની બિન-લાભકારી (સેક્શન 8) કંપની છે.  
  • તેને જાહેર ઉપયોગ માટે ઈન્ટરનેટની પહોંચને વધુ ઊંડી બનાવવા અને વધુ લોકો દ્વારા તેને અપનાવવામાં સક્ષમ બનાવવા માટે વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાસાઓની સુવિધા આપવાનું કામ સોંપવામાં આવ્યું છે.
  • NIXI હેઠળ 4 મુખ્ય કાર્યો જેમાં ઈન્ટરનેટ એક્સચેન્જ પોઈન્ટ બનાવવા માટે ISP ની સ્થાપના, .in ડોમેન ડિજિટલ ઓળખ બનાવવા માટે .IN રજિસ્ટ્રી, IPv4 અને IPv6 સરનામાં અપનાવવા માટે IRIN અને ડેટા સ્ટોરેજ સેવાઓ માટે NIXI. - CSC હેઠળ ડેટા સેન્ટર સેવાઓનો સમાવેશ થાય છે.
MeitY-NIXI successfully unveils BhashaNet portal at Universal Acceptance Day event

Post a Comment

Previous Post Next Post