- આ ટ્રેનસેટ ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML) દ્વારા તેના બેંગલુરુમાં રેલ યુનિટમાં બનાવવામાં આવી હતી.
- ટ્રેનમાં એક ખાસ છત તૈયાર કરવામાં આવી છે, જેથી બર્થ વચ્ચે યોગ્ય ઊંચાઈ આપી શકાય.
- આ સિવાય ટ્રેનમાં વાયરસ કંટ્રોલ મિકેનિઝમ લગાવવામાં આવ્યું છે, જે 99.99% વાયરસને ખતમ કરી દેશે.
- આ ટ્રેનમાં કોઈ આંચકા, અવાજ અને કંપન રહેશે નહિ.
- BMELને 10 વંદે ભારત સ્લીપર ટ્રેનસેટ એટલે કે કુલ 160 કોચ બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
- સ્લીપર વંદે ભારતનું નિર્માણ એક કન્સોર્ટિયમ એટલે કે બે કંપનીઓ દ્વારા એકસાથે કરવામાં આવ્યું છે જેમાં રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) અને રશિયાનું TMH ગ્રુપ સામેલ છે.
- આ કન્સોર્ટિયમે 200માંથી 120 સ્લીપર વંદે ભારત ચલાવવા માટે સૌથી ઓછી બોલી લગાવી હતી.
- બાકીની 80 ટ્રેનો ટીટાગઢ વેગન અને ભેલના કન્સોર્ટિયમ દ્વારા સપ્લાય કરવામાં આવશે.