- આ પુરસ્કાર બ્રિટિશ રાજા દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ચ સન્માનોમાંનો એક છે.
- આ પુરસ્કાર યુકે અને ભારત વચ્ચેના વ્યવસાયિક સંબંધોને ઉત્તેજન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા માટે તેઓને આપવામાં આવ્યો.
- અગાઉ માનદ Knighthood of the Most Excellent Order of the British Empire (KBE) પુરસ્કાર મેળવેલ ભારતીયોમાં રતન ટાટા, રવિશંકર અને જમશેદ ઈરાનીનો સમાવેશ થાય છે, જે સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ II દ્વારા આપવામાં આવ્યા હતા.
- ભારતી એન્ટરપ્રાઇઝે ભારત-યુકે સ્પેસમાં ખાસ કરીને સેટેલાઇટ ટેકનોલોજી અને બ્રોડબેન્ડ સેવાઓમાં નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે.
- તેઓની કંપની દ્વારા OneWeb (હવે Eutelsat) ને પુનર્જીવિત કરવામાં અને યુકે સરકાર સાથે સહયોગ કરવામાં આવ્યો હતો.
- તેઓને ન્યૂકેસલ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ લીડ્સમાંથી માનદ ડોક્ટરેટની સાથે સાથે યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ, લંડન બિઝનેસ સ્કૂલ (LBS), અને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ (LSE) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં તેઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- એરટેલ આફ્રિકા જે ભારતી એન્ટરપ્રાઇઝિસની પેટાકંપની છે વર્ષ 2019માં લંડન સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ થઈ હતી, જે FTSE100 ઇન્ડેક્સનો ઘટક બની હતી.