UN સેક્રેટરી-જનરલ દ્વારા ભારતના કમલ કિશોરને વિશેષ પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવ્યા.

  • UN સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ દ્વારા ભારતના કમલ કિશોરને UNDRRના સહાયક મહાસચિવ અને સેક્રેટરી-જનરલના વિશેષ પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવ્યા.
  • કમલ કિશોર જાપાનના મામી મિઝુટોરીનું સ્થાન લેશે.  તેઓ હાલમાં ભારતના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે.
  • આ સિવાય  તેમણે સરકાર, સંયુક્ત રાષ્ટ્ર અને નાગરિક સમાજ સંસ્થાઓમાં કામ કર્યું છે.
  • તેઓએ 2023 માં G-20 ના ભારતના અધ્યક્ષપદ દરમિયાન ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન પર G-20 વર્કિંગ ગ્રૂપનું નેતૃત્વ કર્યું હતું.
  • તેમણે 2019 માં ક્લાયમેટ એક્શન સમિટમાં ભારતના વડા પ્રધાન દ્વારા શરૂ કરાયેલ ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગઠબંધન વિકસાવવામાં પણ યોગદાન આપ્યું હતું.
  • NDMAમાં તેમની જવાબદારીઓ સંભાળતા પહેલા તેઓએ જિનીવા, નવી દિલ્હી અને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) સાથે લગભગ તેર વર્ષ સુધી કામ કર્યું હતું
  • તેઓએ UNDP સભ્ય દેશોમાં કાર્યક્રમને સમર્થન આપવા માટે આપત્તિ જોખમ ઘટાડવા સલાહકારોની વૈશ્વિક ટીમનું પણ નેતૃત્વ કર્યું હતું.
  • UNDP જોડાતા પહેલા, તેમણે 1996 થી 2002 દરમિયાન બેંગકોકમાં એશિયન ડિઝાસ્ટર પ્રિપેરેડનેસ સેન્ટરમાં માહિતી અને સંશોધન નિયામક અને એક્સ્ટ્રીમ ક્લાઈમેટ પ્રોગ્રામના મેનેજર તરીકે કામ કર્યું હતું. 
  • તેઓ અંગ્રેજી અને હિન્દી ભાષાઓમાં નિપુણ છે.
K Kishore become UN Special Representative for Disaster Risk Reduction

Post a Comment

Previous Post Next Post