- ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નવી દિલ્હીમાં National Urban Cooperative Finance and Development Corporation Limited (NUCFDC) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
- આ સંસ્થાનો ઉદ્દેશ બેંકો અને ગ્રાહકોને એકસરખું ફાયદો થાય તેમ અર્બન કોઓપરેટિવ બેંકિંગ સેક્ટરને આધુનિક અને મજબૂત કરવાનો છે.
- NUCFDC શહેરી સહકારી બેંકિંગ ક્ષેત્ર માટે એક છત્ર સંસ્થા તરીકે સેવા આપશે, વિશિષ્ટ કાર્યો અને સેવાઓ પ્રદાન કરશે.
- નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની અને સ્વ-નિયમનકારી સંસ્થા તરીકે કામ કરવા માટે ભારતીય રિઝર્વ બેંક તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્યુ.