ભારતીય વેઇટલિફ્ટર બિંદ્યારાનીએ IWF વર્લ્ડ કપ 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો.

  • તેણીએ નોન ઓલિમ્પિક મહિલા 55 કિગ્રા વર્ગમાં કુલ 196 કિગ્રા વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો.  
  • આ સાથે તેણે ક્લીન એન્ડ જર્કમાં 113 કિગ્રા સાથે સિલ્વર મેડલ પણ જીત્યો હતો.
  • બિંદ્યારાની કુલ 196 કિગ્રા (સ્નેચમાં 83 કિગ્રા + ક્લીન અને જર્કમાં 113 કિગ્રા) ની લિફ્ટ સાથે સ્ટેન્ડિંગમાં ત્રીજા સ્થાને રહી.
  • આ સ્પર્ધામાંડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયાના કાંગ હ્યોન ગ્યોંગે ફૂકેટમાં 234 કિગ્રા (103 કિગ્રા સ્નેચ + 131 કિગ્રા ક્લીન એન્ડ જર્ક)ની લિફ્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • આ ઇવેન્ટમાં રોમાનિયાની મિહાએલા કેમ્બેઈએ વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ 201 કિગ્રા (91 કિગ્રા + 110 કિગ્રા) સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. 
  • IWF વર્લ્ડ કપ, વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ અને કોન્ટિનેંટલ ચેમ્પિયનશિપ્સમાં, દરેક મેડલ સ્નેચ, ક્લીન અને જર્ક અને કુલ લિફ્ટ્સ માટે આપવામાં આવે છે.
  • તે હાલમાં મહિલાઓની 59 કિગ્રા વર્ગ માટે ઓલિમ્પિક ક્વોલિફિકેશન રેન્કિંગ (OQR)માં 29મા ક્રમે છે.  તેણે ફૂકેટમાં 55 કિગ્રા નોન-ઓલિમ્પિક વર્ગમાં ભાગ લીધો છે.
  • ઉપરાંત મીરાબાઈ ચાનુએ આ સ્પર્ધામાં મહિલાઓની 49 કિગ્રા વર્ગમાં ભાગ લીધો હતો, જ્યાં તે 12મા ક્રમે રહી હતી.
Bindyarani Devi wins Bronze in the IWF World Cup

Post a Comment

Previous Post Next Post