- આ સાથે BrahMos supersonic missiles મેળવનાર ફિલિપાઈન્સ પ્રથમ દેશ બન્યો.
- ભારત દ્વારા જાન્યુઆરી 2022માં ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલના વેચાણ માટે રૂ. 2,966 કરોડના સોદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
- ફિલિપાઈન્સ આ મિસાઈલોને દક્ષિણ ચીન સાગર પર તૈનાત કરશે.
- ભારતીય વાયુસેનાએ આ મિસાઇલો C-17 Globemaster cargo aircraft દ્વારા ફિલિપાઇન્સ મરીન કોર્પ્સને સોંપી છે.
- આ મિસાઇલોની સ્પીડ 2.8 Mach છે અને રેન્જ 290 કિમી છે.
- ભારતે BrahMos supersonic cruise missiles ની ત્રણ સિસ્ટમ ફિલિપાઈન્સને સોંપી છે.
- દરેક સિસ્ટમમાં બે મિસાઈલ લોન્ચર, એક રડાર અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે.
- તેના દ્વારા સબમરીન, જહાજ, એરક્રાફ્ટથી 10 સેકન્ડમાં દુશ્મન પર બે બ્રહ્મોસ મિસાઈલ છોડી શકાય છે.
- આ સિવાય ભારત ફિલિપાઈન્સને મિસાઈલ ચલાવવાની ટ્રેનિંગ પણ આપશે.
- બ્રહ્મોસ એક સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે, જેને સબમરીન, જહાજ, વિમાન અથવા જમીન પરથી ગમે ત્યાંથી લોન્ચ કરી શકાય છે.
- બ્રહ્મોસ મિસાઈલનું નામ ભારતની બ્રહ્મપુત્રા અને રશિયાની મોસ્કવા નદીઓના નામને જોડીને બનાવવામાં આવ્યું છે.
- બ્રહ્મોસના લેન્ડ-લોન્ચ, શિપ-લોન્ચ, સબમરીન-લોન્ચ એર-લોન્ચ વર્ઝનનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
- ઉલ્લેખનીય છે કે બ્રહ્મોસ માટે ભારત અને રશિયા વચ્ચે વર્ષ 1998 કરાર કરવામાં આવ્યા હતા જે મુજબ આ મિસાઈલ બંને દેશોએ મળીને બનાવી છે. અને કરાર હેઠળ વર્ષ 2007માં ભારતને આ મિસાઈલની પ્રથમ બેચ મળી હતી.