અમેરિકા દ્વારા પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ 'હતફ' માટે ટેક્નોલોજી સપ્લાય કરતી ચીનની 3 કંપની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

  • આ યાદીમાં બેલારુસની એક કંપની મિન્સ્ક વ્હીલ ટ્રેક્ટર પ્લાન્ટ પણ સામેલ છે.  
  • અમેરિકાએ ચીનની ઝિયાન લોંગડે ટેક્નોલોજી, તિયાનજિન ક્રિએટિવ સોર્સ, ગ્રાનપેક્ટ કંપની પર પ્રતિબંધ લગાવ્યો છે.
  • બેલારુસિયન કંપની મિન્સ્ક વ્હીલ્સ પાકિસ્તાનની લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલો માટે ચેસીસ વાહનો સપ્લાય કરતી હતી જેનો ઉપયોગ મિસાઇલ લોન્ચ કરવા માટે આધાર તરીકે થાય છે.
  • ચીનની Xian Longde કંપની મિસાઇલ સંબંધિત સાધનો જેમ કે ફિલામેન્ટ વિન્ડિંગ મશીનો પૂરી પાડે છે તેનો ઉપયોગ રોકેટ મોટર કેસ બનાવવામાં થાય છે.
  • તિયાનજિન કંપની પાકિસ્તાનને સ્પેસ લોંચ વ્હીકલની ટેન્કના વેલ્ડીંગમાં વપરાતી સામગ્રી સપ્લાય કરે છે.
  • ગ્રાનપેક્ટ કંપનીના સાધનોનો ઉપયોગ પાકિસ્તાનના રોકેટ મોટર્સના પરીક્ષણમાં થાય છે.
  • પાકિસ્તાને 1986-87માં પોતાનો મિસાઈલ પ્રોગ્રામ હતફ શરૂ કર્યો હતો.
US Sanctions 3 Chinese Firms For Providing Ballistic Missile Tech To Pakistan

Post a Comment

Previous Post Next Post