- થાઈલેન્ડમાં યોજાયેલ ફેડરેશન ઈન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન (International Federation of Association Football - FIFA)ની 74મી કોંગ્રેસ બેઠકમાં આ નિણર્ય લેવામાં આવ્યો.
- બ્રાઝિલ પ્રથમ વખત મહિલા ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની કરશે.
- આ સાથે દક્ષિણ અમેરિકામાં આયોજિત થનારો આ પહેલો મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ હશે.
- બ્રાઝિલે નેધરલેન્ડ, બેલ્જિયમ અને જર્મની સામે આ હોસ્ટિંગ બિડ જીતી હતી.
- એપ્રિલ 2024માં અમેરિકા અને મેક્સિકોએ મહિલા વર્લ્ડ કપની યજમાનીની રેસમાંથી પોતાને બહાર કાઢી લીધા હતા.
- બ્રાઝિલે અગાઉ 1950 અને 2014માં મેન્સ ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું.
- વર્ષ 1991થી ફિફા મહિલા ફૂટબોલ વર્લ્ડ કપની નવ આવૃત્તિઓ રમાઈ છે.
- ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડે સંયુક્ત રીતે FIFA મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ 2023 નું આયોજન કર્યું હતું.