- તેઓ 70ના દાયકાના જેપી આંદોલન દ્વારા બિહારમાં રાજકારણમાં આવ્યા હતા.
- આ પછી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા રહ્યા હતા.
- તેઓએ રાજકીય કારકિર્દી વર્ષ 1971માં શરૂ કરી હતી.
- તેઓ વર્ષ 1990માં પટના સેન્ટ્રલ એસેમ્બલી સીટ પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.
- વર્ષ 2004માં ભાગલપુર લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી જીત્યા.
- તેઓએ વર્ષ 2005માં સંસદ સભ્યપદમાંથી રાજીનામું આપ્યું અને વિધાન પરિષદમાં ચૂંટાયા અને નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા.
- તેઓ વર્ષ 2005 થી વર્ષ 2013 અને વર્ષ 2017 થી વર્ષ 2020 સુધી બિહારના નાણામંત્રી રહી ચૂક્યા છે.