- Indian Space Research Organisation (ISRO) દ્વારા તૈયાર કરવામાં આવેલ Semi Cryogenic Pre-Burner Ignition Test Article (PITA) નું વધુ એક પરીક્ષણ સફળ રહ્યું.
- Semi Cryogenic એન્જિન શરૂ કરવા માટે પ્રીબર્નરને સળગાવવાની જરૂર છે જે પરીક્ષણ સફળ રહ્યું હતું.
- LVM3 એ જ રોકેટ છે જેના દ્વારા ભારતે તેનું ચંદ્રયાન-3 મિશન લોન્ચ કર્યું હતું.
- આ જ રોકેટનો ઉપયોગ ચંદ્રયાન-4 મિશનમાં પણ કરવામાં આવશે.
- ISROનું સેમી-ક્રાયોજેનિક એન્જિન લિક્વિડ ઓક્સિજન (LOX) અને કેરોસીનના મિશ્રણ પર કામ કરે છે અને 2,000kN થ્રસ્ટ જનરેટ કરે છે.
- તેમાં ટ્રાયથાઈલ એલ્યુમિનાઈડ અને ટ્રાયથાઈલ બોરોનનું મિશ્રણ વાપરવામાં આવ્યું છે.
- જ્યારે આ એન્જિન તૈયાર થશે ત્યારે તે LVM3 રોકેટના બીજા તબક્કામાં સ્થાપિત વિકાસ એન્જિનનું સ્થાન લેશે.