- રાજ્યના કોઝિકોડ, થ્રિસુર અને મલપ્પુરમમાં છ કેસ નોંધાયા અને થ્રિસુરમાં આ તાવને કારણે એક 79 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થયું હતું.
- યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, આ રોગ મચ્છર કરડવાથી થાય છે.
- West Nile fever ને કારણે તાવની સાથે ઉલ્ટી, ઝાડા અને માથાનો દુખાવો થાય છે.
- West Nile fever ના 10 માંથી છ કેસમાં લક્ષણો દેખાતા નથી.
- આ રોગ દ્વારા મગજમાં સોજો અને કરોડરજ્જુમાં સોજો જેવી ન્યુરોલોજીકલ સમસ્યાઓ પણ થઈ શકે છે.
- આ ફિવરને ધ્યાને લઇ રાજ્યના તમામ જિલ્લાઓની પ્રિ-મોન્સુન સફાઈ ઝુંબેશ સાથે મોનિટરિંગ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
- અગાઉ વર્ષ 2011માં પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વેસ્ટ નાઇલ ફીવરના કેસ જોવા મળ્યા હતા.
- વેસ્ટ નાઇલ ફીવર સૌપ્રથમ યુગાન્ડામાં વર્ષ 1937માં ક્યુલેક્સ જાતિના મચ્છરના કરડવાથી ફેલાયો હતો.