- આ પહેલીવાર છે જ્યારે મંગળના વિષુવવૃત્ત પાસે બરફની હાજરી મળી આવી છે.
- મંગળ પર થારસીસ જ્વાળામુખીની ઉપર આ બરફ જામેલ છે.
- થાર્સિસ એ સમગ્ર સૂર્યમંડળમાં સૌથી ઊંચો જ્વાળામુખી છે જે અંદાજે 4 હજાર કિ.મી. પહોળી અને 10 કિ.મી.ઊંચું છે.
- આ બરફ સૌપ્રથમ યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) ના ExoMars Trace Gas Orbiter (TGO) દ્વારા જોવામાં આવ્યો હતો.
- સંશોધન મુજબ, બરફના આ ટુકડા સૂર્યોદયની આસપાસ થોડા કલાકો સુધી હાજર રહે છે, ત્યારબાદ તે સૂર્યપ્રકાશમાં વરાળ બની જાય છે.
- ઠંડીની મોસમમાં લગભગ 150,000 ટન બરફ વરાળ બને છે.
- મંગળ પર બરફનો આ જથ્થો અંદાજે 60 ઓલિમ્પિક સ્વિમિંગ પુલની સમકક્ષ છે.
- 2007માં મંગળ પર પ્રથમ વખત પાણીની શોધ થઈ હતી.