કેન્દ્ર સરકાર દ્વારા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને નવા આર્મી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • તેઓ વર્તમાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડેનું સ્થાન લેશે, જેઓ 30 જૂને નિવૃત્ત થઈ રહ્યા છે.
  • લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદી હાલમાં વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કાર્યરત છે. 
  • આ પહેલા, તેઓ આર્મીમાં વાઈસ ચીફ ઓફ આર્મી સ્ટાફ, નોર્ધન આર્મી કમાન્ડર, ડીજી ઈન્ફન્ટ્રી અને અન્ય ઘણી કમાન્ડમાં કાર્ય કરી ચૂક્યા છે. 
  • તેઓએ બે વિદેશી સોંપણીઓ દરમિયાન સોમાલિયા હેડક્વાર્ટર UNOSOM II ના ભાગ તરીકે ફરજ બજાવી હતી. 
  • ઉપરાંત તેમણે સેશેલ્સ સરકારના લશ્કરી સલાહકાર તરીકે પણ ફરજ બજાવી હતી.
  • ત્રણેય સેવાઓના વડા 62 વર્ષ અથવા ત્રણ વર્ષ, બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી કાર્યરત રહે છે.
Lt. Gen. Upendra Dwivedi to be next Army chief

Post a Comment

Previous Post Next Post