- આ જાહેરાત મુજબ વિદ્યાર્થિનીઓને બોર્ડની પરીક્ષા દરમિયાન ફ્રી સેનેટરી પેડ અને રેસ્ટરૂમ બ્રેક્સ મળશે.
- પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતા વ્યવસ્થાપનની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર શૌચાલય બનાવવામાં આવશે.
- ગર્લ સ્ટુડન્ટ્સને પીરિયડ્સ દરમિયાન ક્લાસમાં હાઈજીન મેનેજમેન્ટમાં સમસ્યાનો સામનો કરવો પડે છે.આ અંગે શિક્ષણ મંત્રાલય દ્વારા તમામ શાળાઓ, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અને નવોદય વિદ્યાલય સમિતિને એડવાઈઝરી જારી કરવામાં આવી.
- આ એડવાઈઝરી હેઠળ પીરિયડ્સ અને હાઈજીન મેનેજમેન્ટને લઈને સમગ્ર દેશમાં જાગૃતિ કાર્યક્રમો શરૂ કરવામાં આવશે.