- આ નિર્ણય હેઠળ બ્લેક ફંગસના ઇલાજ માટે વપરાતી ટોસીલિજુમેબ અને એમ્ફોટેરિસિન-બીને ટેક્સ ફ્રી કરવામાં આવી છે.
- વેક્સિન પર પહેલાની જેમ 5% નો દર યથાવત રખાયો છે.
- આ સિવાય હેપરિન અને રેમડેસિવિર દવાઓ પર ટેક્સ 12%થી ઘટાડીને 5% કરાયો છે.
- તપાસ કિટ, ઇન્ફ્લેમેટરી ડાયગ્નોસ્ટિક કિટ પરનો ટેક્સ પણ 12% થી ઘટાડીને 5% કરાયો છે તેમજ પલ્સ ઓક્સિમીટરનો ટેક્સ પણ 12%થી ઘટાડીને 5% કરાયો છે.
- જીએસટી કાઉન્સિલ દ્વારા એમ્બ્યુલન્સ પરનો દર પણ ઘટાદીને 12% કરાયો છે.
- આ તમામ છૂટછાટ 30 સપ્ટેમ્બર, 2021 સુધી ચાલી રહેશે.
