- આ બન્ને ખેલાડીઓએ ભારત માટે અત્યાર સુધી સૌથી વધારે સમય સુધી ટેસ્ટ ક્રિકેટ રમવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.
- બન્ને ખેલાડીઓએ 2002માં એક સાથે પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી અને હવે લોંગેસ્ટ કારકિર્દીની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
- ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં હવે એકમાત્ર સચિન તેન્ડુલકર જ એવા ખલાડી છે જેમની કારકિર્દી મિતાલી અને ઝૂલન કરતા વધુ લાંબી છે.
- આ બન્ને ખેલાડીઓએ રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને અનિલ કુંબલેને પણ ઓવરટેક કર્યા છે.
- અનિલ કુંબલેની કારકિર્દી 18 વર્ષ 88 દિવસ છે, રાહુલ દ્રવિડની 15 વર્ષ 222 દિવસ અને સૌરવ ગાંગુલીની 12 વર્ષ 143 દિવસ છે જ્યારે મિતાલી રાજ અને ઝૂલન ગોસ્વામીની કારકિર્દી 19 વર્ષ 154 દિવસ થઇ ગઇ છે.
- તેઓની આ કારકિર્દી મહિલા ક્રિકેટર્સ વેરા બર્ટ અને મેરી હાઇડ બાદ સૌથી લાંબી છે.