સ્પેસ પર્સ્પેક્ટિવ કંપની દ્વારા સૌપ્રથમવાર બલૂનથી સ્પેસમાં જવાનું સફળ પરીક્ષણ કરાયું.

  • આ પરીક્ષણ ફ્લોરિડા ખાતે સ્પેસ ટુરિઝમ સ્ટાર્ટઅપ કંપની Space Perspective દ્વારા કરાયું છે. 
  • આ પરીક્ષણમાં સ્ટ્રેટોસ્ફેરિક બલૂનના એક પ્રોટોટાઇપને લોન્ચ કરાયું હતું તેમજ Naptune Spaceship ને કેપ કેનેવરલ ખાતેથી ટેક ઓફ કરાવાયું હતું. 
  • આ બલૂન પોતાના નિશ્ચિત કરેલ એલ્ટિટ્યૂડ 1,08,409 ફીટને સ્પર્શ્યું હતું. 
  • મેક્સિકોના અખાતમાં લેન્ડ કરતા પહેલા તે છ કલાક સુધી હવામાં રહ્યું હતું. 
  • આ પ્રકારનું પરીક્ષણ કરનાર Space Perspective પ્રથમ સ્પેસ લોન્ચ ઓપરેટર બન્યું છે જે કંપનીની સ્થાપના 2020માં જેન પોઇન્ટર અને ટેબર મેક્કલમે કરી હતી.
Space Perspective


Post a Comment

Previous Post Next Post