- આ બેઠકમાં કોંગ્રેસના સાંસદ શશિ થરુરના નેતૃત્વ હેઠળની સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ ટ્વિટર ઇન્ડિયાના પબ્લિક પોલિસીના મેનેજર શગુફ્તા કામરાન અને લીગલ કાઉન્સેલર આયુષી કપૂર સામેલ થયા હતા.
- આ બેઠકમાં સંસદીય સમિતિએ ટ્વિટરને ભારતનો કાયદો માનવા જણાવાયું હતું જેમાં ટ્વિટરે પોતાની પોલિસી પણ ભારતના કાયદા જેટલી જ મહત્વની હોવાનું જણાવ્યું હતું.
- સંસદીય સમિતિએ ટ્વિટરને પોતાની પોલિસી ભારતના કાયદાને અનુરુપ બનાવવા જણાવ્યું છે જેની સામે ટ્વિટરે પોતાની પોલિસી વાણી સ્વાતંત્ર્ય અને પારદર્શક હોવાનું જણાવ્યું છે.
