- આ સંશોધન વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના અધ્યાપક દ્વારા કરાયું છે.
- હાલમાં એવી માન્યતા છે કે લગભગ 1810માં અરબસ્તાનથી તબલા ભારત આવ્યા હતા જેને અરબસ્તાનમાં અતલબ તરીકે ઓળખાતા હતા.
- અમુક લોકો તબલાને ભરતકાલીન દુક્ર વાદ્યમાંથી બનાવાયા હોવાનું પણ માને છે.
- અમુક લોકો હુમાયુના સમયમાં તબલ-એ-અદલ નામના વાદ્યમાંથી તબલાનો જન્મ થયાનું માને છે જેનો કોઇ પ્રમાણિત ઇતિહાસ નથી.
- સૌથી વધુ માન્ય ઇતિહાસ મુજબ અલ્લાઉદ્દીન ખિલજીના દરબારી કવિ હજરત અમીર ખુશરોએ તબલાના હાલના સ્વરુપની શોધ કર્યાનું મનાય છે જેનો ઉલ્લેખ 1855ના મોહમ્મદકરમ ઇમામના પુસ્તક 'મઅદન-ઉલ-મુસીકી' માં પણ ઉલ્લેખ છે.
- વડોદરાના અધ્યાપક દ્વારા ઇડર ગઢ પર આવેલ 2200 વર્ષ જૂના ભગવાન શાંતિનાથ જૈન શ્વેતાંબર દેરાસરની એક મૂર્તિનો હવાલો આપી તેને ભારતીય સંગીતનો હિસ્સો જણાવાયું છે.
- આ મૂર્તિમાં એક નૃત્યાંગના તબલા વગાડતી દેખાય છે જે મૂર્તિનો જિર્ણોદ્ધાર 1114 થી 1174 દરમિયાન રાજા કુમારપાળે કરાવ્યો છે.
- તબલા પર સૌપ્રથમ આબાન મિસ્ત્રીએ આ પ્રકારનું સંશોધન કર્યું હતું ત્યારબાદનું આ બીજુ સંશોધન છે.
- અત્રે ઉલ્લેખનીય છે કે સિતાર અને તબલા ભારતીય સંગીતનો ભાગ છે કે નહી તે બાબતે અનેક લોકોએ અનેક પ્રકારના વિચાર આપેલા છે.