અમેરિકાના ટેક્સાસમાં 20 વર્ષમાં પહેલીવાર Monkeypox વાયરસ મળી આવ્યો.

  • World Health Organization (WHO) અનુસાર આ વાયરસ અમેરિકા, બ્રિટન અને નાઇઝિરિયા સહિત 15 દેશોમાં મનુષ્યોમાં મળી ચૂક્યો છે. 
  • આ વાયરસ એક ચેપી રોગ છે જે સંક્રમિત પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાય છે. 
  • આ રોગમાં ચામડી પર ચાંદા, ચકામા, તાવ, માથાનો દુખાવો, પીઠ અને સ્નાયુમાં દુખાવો વગેરે મુખ્ય લક્ષણ છે તેમજ હાથ અને પગ પર મોટા કદના દાણા થઇ શકે છે.
  • સંશોધકોના મતાનુસાર આ વાયરસ એક માણસમાંથી બીજા માણસમાં બહુ ફેલાતો નથી તેમજ તેનાથી 11% જેટલું મૃત્યુંનું જોખમ છે.
  • હાલ આ બીમારીની કોઇ સારવાર નથી પરંતુ ઓરી અને અછબડા દૂર કરવા માટે અપાતી vaccinia immune globulin નામની રસી તાત્કાલિક સારવાર તરીકે અપાય છે. 
  • મન્કીપોક્સ વાયરસ સૌપ્રથમ 1958માં કરચલા ખાતા મેન્કાક વાનરોમાં શોધાયો હતો જેનો પ્રથમ કેસ 1970માં કોંગોમાં નોંધાયો હતો.
  • વર્ષ 2003માં અમેરિકામાં સૌપ્રથમવાર તેનો કેસ નોંધાયો હતો.
Monkeypox virus




Post a Comment

Previous Post Next Post