- આ નિર્ણય સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા લેવાયો છે.
- સુપ્રીમ કોર્ટ દ્વારા કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઇને ઉત્તર પ્રદેશ સરકારને આ બાબતે નિર્ણય લેવા જણાવાયું હતું.
- અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડ સરકાર દ્વારા એવુ કહેવાયુ છે કે કાવડયાત્રા દરમિયાન રાજ્યો દ્વારા ગંગાજળ માંગવામાં આવશે તો રાજ્ય સરકાર સહયોગ કરશે.
- કાવડ યાત્રા શ્રાવણ મહિના પહેલાથી કેસરી કપડા પહેરેલા શિવભક્તો દ્વારા યોજવામાં આવે છે જેમાં રહેલા ભક્તોને 'કાવડિયા' કહેવાય છે.
- આ યાત્રામાં ભક્તો ગંગાનું પવિત્ર પાણી પોતાની સાથે લઇ ઉત્તર પ્રદેશના બાગપત પાસે આવેલ 'પુરા મહાદેવ' મંદિરમાં તેનો જલાભિષેક કરે છે.
- એક પ્રાચિન પરંપરા અનુસાર આ ગંગાજળ ગઢમુક્તેશ્વર ખાતેથી લેવામાં આવે છે, જેને હાલમાં બ્રજઘાટ તરીકે ઓળખાય છે.
- અલગ અલગ પ્રાચિન માન્યતા મુજબ અમુકમાં ભગવાન શ્રી રામને પ્રથમ કાવડીયા મનાય છે તો અમુકમાં રાવણને તેમજ શ્રવણ કુમારને પ્રથમ કાવડિયા માનવામાં આવે છે.