ગુજરાત હાઇકોર્ટ પોતાની કામગીરીનું જીવંત પ્રસારણ કરનાર દેશની પ્રથમ કોર્ટ બનશે.

  • આવતીકાલ એટલે કે તારીખ 19 જુલાઇ, 2021થી ગુજરાત હાઇકોર્ટની તમામ કામગીરીને જીવંત / લાઇવ પ્રસારિત કરવામાં આવશે. 
  • ભારતના ચિફ જસ્ટિસ એન. વી. રમણા દ્વારા આ ઘટનાને જ્યુડિશિયરીના ઇતિહાસની ઐતિહાસિક ઘટના ગણાવાઇ છે. 
  • આ પ્રકારની સિસ્ટમ બનાવવા પાછળ લોકોને કોર્ટની કામગીરીથી સીધા વાકેફ કરાવવાનો છે જેથી અન્ય કોઇ માધ્યમ દ્વારા કોર્ટના અવલોકનોનું ખોટુ અર્થઘટન લોકોમાં ન જાય. 
  • સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ દ્વારા કોર્ટની કાર્યવાહીના જીવંત પ્રસારણને 'ઓપન કોર્ટ' સાથે પણ સરખાવવામાં આવી છે.
Gujarat High Court


Post a Comment

Previous Post Next Post