- ગયા વર્ષે કોરોના મહામારીને લીધે સમગ્ર વિશ્વમાં રસીકરણ યોજનાઓ બંધ થતા આ પ્રકારની તકલીફ પડી છે.
- વર્ષ 2009માં પણ 37 લાખ બાળકો મૂળભૂત રસીથી વંચિત રહી ગયા બાદનો આ સૌથી મોટો આંકડો છે.
- ભારતમાં પણ Diphtheria-Tetanus-Pertussis (DTaP) નામની આ ત્રિગુણી રસી નહી મેળવનારા 30 લાખથી વધુ બાળકો છે.
- સમગ્ર વિશ્વમાં રસીકરણનું કામ અટકી પડતા આ પેઢીના બાળકો પર પોલિયો, મેનિન્જાઇટિસ તેમજ ઓરી અછબડા જેવા રોગોનું જોખમ વધી ગયું છે.
- DTP3 રસીકરણમાં ભારત 91%થી ઘટીને 85% પર આવી પહોંચ્યું છે આટલી વસ્તી ધરાવતા દેશ માટે એક ગંભીર સમસ્યા છે.
