- આ રિસર્ચ સેન્ટર માટેનું કામ ચોમાસ બાદ શરુ કરવામાં આવશે તેમજ વર્ષ 2022ના અંત સુધીમાં તેનું કામ પૂર્ણ કરાશે.
- આ રિસર્ચ સેન્ટરનું નામ National Dolphin Research Centre (NDRC) રહેશે જે ડોલ્ફિનના સંરક્ષણ અને તેની જાળવણી માટે કામગીરી કરશે.
- આ માટે પટનામાં ગંગા નદીના કિનારે 4,400 ચો.મી. જગ્યા ફાળવી દેવામાં આવી છે.
- આ રિસર્ચ સેન્ટર ગંગા નદીના કિનારાથી 200 મીટર દૂર બનાવવામાં આવશે કારણકે બિહાર વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા ગંગા નદીના કિનારાથી 200 મીટર સુધીના વિસ્તારમાં કોઇપણ બાંધકામ કરવા પર પ્રતિબંધ મુકાયેલ છે.
- ગંગા નદીની ડોલ્ફિન (Gangetic River Dolphin) એ ભારતનું રાષ્ટ્રીય જળીય પ્રાણી છે જે Wildlife (Protection) Act, 1972 ની યાદી-1માં સામેલ છે.
- આ પ્રજાતિને International Union for Conservation of Nature (IUCN) દ્વારા લુપ્તપ્રાય ઘોષિત કરવામાં આવી છે.
- ગંગા નદીની ડોલ્ફિન એ Freshwater Dolphin Species ની ચાર પ્રજાતિઓમાંથી એક છે તેમજ અન્ય ત્રણ ચીનની યાંગ્ત્ઝે નદી, પાકિસ્તાન ખાતેની સિંધુ નદી અને દક્ષિણ અમેરિકાની એમેઝોન નદીમાં મળે છે.
