- સાયન્સ સિટીમાં આ સાથે એક્વાટિક અને રોબોટીક ગેલેરી પણ જોઇ શકાશે.
- આ ગેલેરીમાં એક્વેરિયમમાં 188 પ્રજાતિની 11,600થી વધુ માછલીઓ તેમજ રોબોટિક ગેલેરીમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ જોઇ શકાશે.
- એક્વેરિયમમાં 28 મીટરની અંડર વૉટર ટનલ તૈયાર કરવામાં આવી છે જેમાં શાર્ક સહિતની પ્રજાતિઓ જોઇ શકાશે.
- આ પાર્ક કુલ 11,000 ચો.મી. વિસ્તારમાં બનાવાયો છે.
- આ સાથે ગાંધીનગર રેલ્વે સ્ટેશનની ઉપર 790 કરોડના ખર્ચે બનેલ 318 રૂમની હોટેલનું પણ ઉદ્ઘાટન કરાયું છે.
- આ સિવાય ગાંધીનગરથી વારાનસી સુધીની સુપરફાસ્ટ ટ્રેન અને ગાંધીનગરથી વરેઠા મેમુ ટ્રેનનું પણ મોદીએ પ્રસ્થાન કરાવ્યું હતું.
- ભારતમાં આ પહેલો પ્રસંગ છે કે રેલ્વે સ્ટેશન પર હોટેલ બનાવાઇ હોય પરંતુ આ મૂળ પ્રથા જાપાનની છે જ્યા લગભગ દરેક મોટા શહેરોના મુખ્ય રેલ્વે સ્ટેશન પર હોટેલ, શોપિંગ મૉલ, થિએટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.
- વિશ્વના સૌથી ઊંચા રેલ્વે સ્ટેશન ટાવરનો રેકોર્ડ પણ જાપાનના નાગોયા શહેરના નામ પર છે.