- આ નિયુક્તિ દરિયા કિનારાની સલામતી માટે કરવામાં આવશે જેની ભલામણ 20 વર્ષ અગાઉ કારગીલ ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ દ્વારા કરવામાં આવી હતી.
- આ માટે ભારત સરકાર National Maritime Security Coordinator (NMSC) ની નિમણૂંક કરશે જે સમુદ્રમાં જડબેસલાક સલામતી માટે નાગરિક અને લશ્કરી ગતિવિધિઓ વચ્ચે સમન્વય બનાવી સુરક્ષા પર નજર રાખશે.
- આ પદ પરના અધિકારી સીધા જ ભારતના National Security Advisor (NSA) હેઠળ કામ કરશે તેમજ તેને જ રિપોર્ટ કરશે.
- આ પદ પર ફરજ બજાવનાર અધિકારી દરિયાઇ સલામતી અંગે સરકારના મુખ્ય સલાહકાર પણ રહેશે.
